ગાંધીનગરના શિહોલી સ્થિત એલિગન્સ સોસાયટીના બંધ ફ્લેટના તાળા તૂટ્યા
ભોડાના વતની રમેશભાઈ દંતાણી એલિગન્સ સોસાયટી, શિહોલી મોતી ગાંવ, ગાંધીનગરના ફ્લેટ નંબર B/D – 104માં રહે છે અને તેમના પુત્ર સાથે કપડવંજમાં ઘૂંઘટ ફોટો સ્ટુડિયો ચલાવે છે. જેના ફ્લેટની સામે તેનો પુત્ર મહેન્દ્ર ફ્લેટ નંબર 101માં રહે છે. ગત તારીખ 24મી જાન્યુઆરીએ રમેશભાઈ પત્ની સાથે ડભોડા ગયા હતા. જ્યાંથી કપડવંજ આવતા-જતા હતા.ગાંધીનગરના શિહોલી બીગી ગામે આવેલી એલિગન્સ સોસાયટીમાં બંધ ફ્લેટના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને પૈસાની ચોરી કરી ગયા હતા. 1.70 લાખ રોકડા સાથે કુલ રૂ. 4.88 લાખની મત્તાની ચોરી કરી સલામત રીતે ભાગી છૂટતાં ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે તેનો બીજો પુત્ર હેમેન્દ્ર તેની ગર્ભવતી પત્ની મનીષા સાથે 104 નંબરના ફ્લેટમાં રહેવા આવ્યો હતો. ગઈકાલે સવારે બંને ભાઈઓ કપડવંજ સ્ટુડિયો ગયા હતા. જોકે, લગ્નનો ફોટો પાડવાનો ઓર્ડર હોવાથી મહેન્દ્ર એકલો ઘરે પાછો ફર્યો હતો. તે જ રાત્રે સામેના ફ્લેટમાં રહેતા હેમેન્દ્રની પત્ની મનીષા મહેન્દ્રના ઘરે સૂવા ગઈ હતી. તે સમયે મહેન્દ્રએ ફ્લેટને તાળું મારી દીધું હતું.
આજે સવારે મહેન્દ્રને ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. બાદમાં રૂમની અંદર જઈને તપાસ કરતાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. અને ત્રણ તિજોરીના તાળા તોડી રૂ. 1.70 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં રમેશભાઈ પણ ફ્લેટ પર પહોંચી ગયા હતા.