ગુજરાત

ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો આંચકો, મોંઘવારીથી વીજળીનું બિલ વધશે

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ દ્વારા વીજ પુરવઠાના દરમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2023ના આગામી વીજ બિલોમાં જોવા મળશે. ગુજરાતની ચાર મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરીને ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. આવી સ્થિતિમાં સરકાર ગુજરાતીઓના માથે વધુ એક બોજ નાખવા જઈ રહી છે. ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને હવે વીજળીના બિલમાં વધારાનો સામનો કરવો પડશે. વીજળીના બિલમાં ફરી એક વખત પ્રતિ યુનિટ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેથી હવે લોકોએ વધુ પૈસા ચૂકવવા તૈયાર રહેવું પડશે.

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ દ્વારા વીજ પુરવઠાના દરમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2023ના આગામી વીજ બિલોમાં જોવા મળશે. ચાર માહિમ પહેલા પણ વીજ કંપનીઓએ 25 પૈસાનો વધારો કર્યો હતો. ત્યારબાદ FPPA ચાર્જ 3.29 રૂપિયાથી વધારીને 3.49 રૂપિયા કરવામાં આવ્યો છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ કાર્યરત ચાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ દ્વારા વીજળી પૂરી પાડવા માટે ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી ઊંચા ભાવે વીજળીની સતત ખરીદીને કારણે વીજ બિલમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઇંધણની કિંમત અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ સિસ્ટમ હેઠળ, પાવર જનરેટ કરવા માટે વપરાતા ઇંધણના ખર્ચમાં વધારા ઉપરાંત, જરૂરી વીજ પુરવઠો મેળવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવેલી પાવરની કિંમતોની સરેરાશ કરીને FPPA ફોર્મ્યુલા મુજબ પાવર લેવામાં આવે છે. દરો નિશ્ચિત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x