5 માર્ચે હિન્દી ભાષી મહાસંઘનો હોલી મિલન સમારોહ, UPના પ્રભારી અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહશે હાજર
ગાંધીનગર ઇન્દ્રબ્રિજ ખાતે આવેલ ૐકુટિર ખાતે હિન્દી ભાષી મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ હતી જે બેઠકમાં 5માર્ચ થનાર હોલી મિલન સમારોહ માટેની ચર્ચા કરવામાં આવી હતી. હિન્દીભાષી મહાસંઘના અધ્યક્ષ ડો મહાદેવ ઝા, પ્રદેશ સંગઠન મહામંત્રી સોનસિંહ રાજપૂત, શહેર અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડ, ઉપાધ્યક્ષ રામપાલસિંહ ઉપસ્થિત રહ્યા હતા…
હિન્દી ભાષી મહાસંઘની કારોબારી બેઠક હિન્દી ભાષી મહાસંઘના અધ્યક્ષ ડો મહાદેવ ઝાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દી ભાષી મહાસંઘ તરફથી 5 માર્ચના રોજ હોલી મિલન સમારોહ યોજવા જઈ રહ્યો છે જેમાં કેન્દ્રીય પૂર્વ કેબિનેટ મંત્રી રાધા મોહનસિંહજી અને ઉત્તર પ્રદેશના પ્રભારી, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શુશીલ મોદી જે હાલ રાજ્યસભા સાંસદ છે જે આ કાર્યક્રમમાં હાજરી આપશે….
હિન્દી ભાષી મહાસંઘ તરફથી 2016થી ગુજરાતમાં સામાજિક કાર્યક્રમ કરી રહ્યો છે ત્યારે અનેક કાર્યક્રમમાં ગુજરાતના બે ટર્મના મુખ્યમંત્રીએ હાજરી આપી હતી ત્યારે હિન્દી ભાષી મહાસંઘ ગુજરાતમાં વસતા હિન્દી ભાષી લોકો માટે અનેક કામો કરી તેને મદદ રૂપ થઈ રહ્યો છે. ત્યારે આજે મળેલી કારોબારી બેઠકમાં આવનારા સમયના કાર્યક્રમ માટે ચર્ચા હતી….