ગુજરાત

પ્રાંતિજના ઓરાણ પાટિયે કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત

વડવાસાના દંપતીને અમદાવાદથી આવતી કારે ટક્કર મારી પ્રાંતિજના તાજપુરકૂઈ પાસે ઓરાણ પાટિયા પાસે ને.હા 8 પર કાર ચાલકે વડવાસાના બાઈક સવાર દંપતીને ટક્કર મારતાં અકસ્માત સર્જાતાં દંપતીનું મોત થતાં ચકચાર મચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કાર નંબર GJ 09 BC 7377 અમદાવાદથી હિંમતનગર તરફ માતેલા સાંઢની જેમ ધસી આવતા દરમ્યાન બાઈક નંબર GJ 09 DF 2206 પર સવાર પતિ પત્ની ઓરાણ પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે અડફેટે લેતા પતિ- પત્ની રોડ પર પટકાયા હતા.

લોકોને જાણ થતાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વડવાસાના રામાજી મોહનજી મકવાણા (55) અને તેમની પત્ની ક્લીબેન રામાજી (51) જેઓને સારવાર મળે તે પહેલાં કમકમાટી ભર્યું મોત નીપજતાં ચકચાર મચી હતી. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *