ગુજરાત

ગુજરાત સરકારે છેલ્લા ૧૧ વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો નહોતો કર્યો. ઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી

જંત્રીનો દર બમણો કરવાથી બિલ્ડરો અને ગ્રાહકો અટવાયા છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી છે. જેમાં કોઈ નિર્ણય લેવાય કે નહિ તે હજી નક્કી નથી. પરંતુ આ મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન આવ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત સરકારે છેલ્લા ૧૧ વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો નહોતો કર્યો. જુદા જુદા રાજ્યોમાં દર બે ત્રણ વર્ષે જંત્રીના દરમાં નિયમિત વધારો થતો હોય છે. ગુજરાત સરકારે ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે જંત્રીના દરમાં ૧૧ વર્ષથી વધારો કર્યો ન હતો. મધ્યમ અને ગરીબ વર્ગને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકારે જંત્રીમાં કોઈ વધારો કર્યો ન હતો. તેથી સમય મર્યાદાના અનુસંધાનમાં કરાયેલો જંત્રીમાં વધારો એ વ્યાજબી છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જંત્રી વધારા પર કહ્યું કે, જંત્રીની આવક એ ગુજરાત સરકારને થતી કુલ આવકના પ્રમાણમાં ખૂબ જ મર્યાિદત છે. ગયા વર્ષે જંત્રી અને એના રજિસ્ટ્રેશનમાંથી લગભગ ૧૦,૫૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગુજરાત સરકારનું બજેટ સવા લાખ કરોડનું છે, જીએસટી અને વેટ સહિત અન્ય વેરાની આવકની સરખામણીમાં જંત્રીની આવક ૧૦,૫૦૦ કરોડ ગયા વર્ષે હતી, જે કુલ આવકના પ્રમાણમાં ખૂબ ઓછી હતી. જંત્રીનાં દર વધારવાથી સરકારની આવકમાં મોટો વધારો થશે એવું કાંઈ નથી. ૧૧ વર્ષથી જંત્રીના ભાવમાં કોઈ વધારો નથી થયો, તેમ છતાં અલગ અલગ ચીજામાં ભાવવધારો થતો રહ્યો છે. સરકારી કર્મચારીઓ સહિત અન્ય સરકારના ખર્ચમાં સતત વધારો થયો છે. કોરોનાકાળ વખતે સરકારની આવક બિલકુલ બંધ થઈ હતી સામે ખર્ચ પણ સતત ચાલુ રહ્યા હતા.
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે જંત્રીમાં સરકારે કરેલો વધારો મારી દ્રષ્ટિએ વ્યાજબી છે, પરંતુ બમણો વધારો કરાયો છે એ જાતા બિલ્ડર અને ગ્રાહકવર્ગને આંચકો લાગે એ સ્વાભાવિક છે. જંત્રી બમણી થતા મુખ્યમંત્રીને આજે રજૂઆત પણ કરાઈ છે. મુખ્યમંત્રી એમની પદ્ધતિ પ્રમાણે તેમને મળેલી રજૂઆત પર તેમના અનુભવ મુજબ યોગ્ય નિરાકરણ કરશે, એવો મને વિશ્વાસ છે. જંત્રીમાં કરાયેલો વધારો મુદતમાં ફેરવી આપવો અથવા કેટલા ટકા વધારો કરવો એ અંગે સરકાર લોકોના હિતમાં નિર્ણય લેશે. તો જંત્રીમાં વધારા મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથે લીધા હતી. નીતિન પટેલે કહ્યું કે, કાલે કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે ?૪૦,૦૦૦ કરોડ ગુજરાતની જનતા પાસેથી સરકાર જંત્રી બમણી કરી ખંખેરી લેશે. કોંગ્રેસના આ આક્ષેપો પાયાવિહોણા છે. કોંગ્રેસ હજુ પણ ગુજરાતની જનતાએ ભણાવેલા પાઠમાંથી બહાર નથી આવ્યું. જા ગયા વર્ષે ૧૦,૫૦૦ કરોડની આવક સરકારને થઈ હોય અને હવે જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવે તો સરકારની આવક ૨૨ થી ૨૪ હજાર કરોડ જેટલી થશે. કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ૪૦,૦૦૦ કરોડનો બોજા લોકો ઉપર સરકારે નાખ્યો છે, આ કહેતા પહેલા કોંગ્રેસ વાસ્તવિક જમીન ઉપર આવે. રાજ્ય સરકાર બજેટ સત્ર પછી નવા નિયમોની અમલવારી કરે તેવું પણ બને. અગાઉ જે સોદા, વ્યવહાર થયા છે એ મુજબ ગ્રાહક અને વેચનાર વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે સરકાર યોગ્ય નિર્ણય લેશે એવું મારું માનવું છે. સરકાર વ્યાજબી સમયગાળો પણ વધારી આપશે અને પ્રજાના હિતમાં યોગ્ય નિરાકરણ સરકાર લાવશે એવો મને વિશ્વાસ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *