પત્ની અને માતાના ઝઘડાથી કંટાળી એક્ટર નવાઝુદ્દીન સિદીકી હોટેલમાં રહેવા ગયા
બોલીવુડમાં પોતાની કલાકારીથી આગવી ઓળખ ઊભી કરનાંર નવાઝુદ્દીન સિદ્દીકી હાલ પોતાની અંગત જીંદગીને લઈને ચર્ચામાં છે. તેનું મુખ્ય કારણ છે, તેમનાં પત્ની અને માં વચ્ચે ચાલી રહેલો ઝગડો. એક રિપોર્ટ પ્રમાણે જ્યાં સુધી તેમના માતા અને પત્નીના ઝગડાનું કોઈ નિવારણ નહિ આવે ત્યાં સુધી તેઓ પોતાના સપનાનાં મહેલથી દૂર એટલે કે તેના ઘરે નહીં પણ હોટલમાં રહેશે.
નવાઝનાં એક મિત્રએ કહ્યું છે કે એક્ટર ત્યાં સુધી હોટેલમાં રહેશે જયાં સુધી તેમના વકીલ તેમના ઘર ‘નવાબ’ ના મૂદ્દાનું કોઈ નિવારણ નહીં લાવી આપે. જણાવી દઈએ કે ખુબ મહેનત અને લગનથી બનાવ્યો છે અને એક્ટરના ઘરનું નામ એમના પિતાના નામ પરથી ‘નવાબ’ રાખવામાં આવ્યું છે. તેમના આ આલીશાનબંગલામાં ૬ રૂમ, ૨ હોલ અને ૨ લોન બનાવવામાં આવેલ છે.
નવાઝની માતાનું કહેવું એવું છે કે, આલિયા એક્ટરની પત્ની નથી. જ્યારે આલિયાએ કાનૂનની મદદથી આરોપ લગાડ્યા છે કે નવાઝ અને તેમના પરિવારના લોકો એમની ખાવાથી લઈને પ્રાથમિક જરૂરતો નથી પૂરી પાડી રહ્યા. બાથરૂમ પણ વાપરવા નથી દેતાં. તેમના રૂમની બહાર બોડીગાર્ડ અને આસપાસ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.
પોતાના વકીલ રિઝવાન સિદ્દીકીની મદદથી આલિયાએ નવાઝ અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી દીધી છે ત્યારબાદ મુંબઈની અંધેરી કોર્ટ દ્વારા નવાઝ પર આલિયાના આક્ષેપો અનુશાર નોટિસ મોકલવામાં આવી હતી. તેમના વકીલે તર્ક સાથે કહ્યું છે કે આલિયા છે નવાઝના કાનૂની પત્ની, જેથી પતિના ઘરમાં બળજબરીથી રહેવાનો કોઈ પ્રશ્ન નથી.