ખોખરા-વિજયનગરને જોડતી બસ સેવા બંધ કરાતાં મુસાફરોમાં રોષ
રાજકીય નેતૃત્વ પણ આ મુદ્દે વામણું સાબિત થયુંકર્મચારીઓની અછતનો ભોગ વિજયનગર તાલુકાની પ્રજા બની હિંમતનગર એસ.ટી.ડેપોમાં કર્મચારીઓની અછતનો ભોગ વિજયનગર તાલુકાની પ્રજા બની રહી છે. ડેપો દ્વારા ખોખરા વિજયનગરને જોડતી બસ સેવાઓ બંધ કરાતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે અતિ મહત્વનાં આ મુદ્દે રાજકીય નેતૃત્વ પણ વામણું સાબિત થયું છે. જેને લીધે આમ પ્રજા હાલાકી ભોગવી રહી છે.
આ અંગે વિજયનગરના સામાજિક કાર્યકર્તા ઈશ્વરભાઈ પટેલ, જીતેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તાર એવા વિજયનગર તાલુકાની પ્રજાને વિજયનગરથી અન્ય શહેરો માટે આવાગમન માટેની એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડવામાં ઉણું ઉતારેલું માર્ગ અને વાહનવ્યવહાર ખાતું જ્યાં એકતરફ એસ. ટી.ડેપો ની સુવિધા નથી આપી શક્યું ત્યાં વર્ષોથી ચાલતાં એસ.ટી. રૂટો પણ બંધ કરી દેતા પ્રજા હાલાકી વેઠી રહી છે. જેમાં હિંમતનગર એસ.ટી.ડેપોના મેનેજરના જણાવ્યા અનુસાર ડેપોમાં કર્મચારીઓની અછતનો ભોગ પણ વિજયનગર તાલુકાની પ્રજા બની રહી છે.
ડેપો દ્વારા ખોખરા વિજયનગર ને જોડતી બસ સેવાઓ બંધ કરાતા મુસાફરો માં રોષ જોવા મળી રહ્યો છે. જેને લીધે આમ પ્રજા હાલાકી ભોગવી રહી છે. ત્યારે આ મુદ્દે લોકો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઈશ્વરભાઈ પટેલે આપી હતી. જે અંગે હિંમતનગર એસ.ટી.ડેપોના મેનેજરના જણાવ્યા અનુસાર ડેપોમાં કર્મચારીઓની અછત ઊભી થતાં કેટલાક રૂટ બંધ કરવા માં આવ્યા છે. જે ટૂંક સમયમાં પુનઃ શરૂ કરવામાં આવશે.