શંકર ચૌધરીની બનાસ ડેરીનું 15 ટેન્કર દૂધનું કોભાંડ, રૂ.80 લાખ પકડાયા. 9 આરોપીઓની ધરપકડ થઈ.
ફરીદાબાદ :
બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીની દૂધ ચોરીમાં બેદરકારી બહાર આવી છે. બનાસકાંઠા ડેરીથી રેલ્વે ટેન્ડર દ્વારા રોજ ફરીદાબાદ ખાતે અમૂલ ડેરીના પ્લાંટમાં દૂધ મોકલવામાં આવે છે. જેને પછી ટ્રકના ટેન્કર દ્વારા ફરીદાબાદ ખાતે પહોંચાડવામાં આવે છે. ડેરીની અંદર ગયેલા ટેન્કર ખાલી કર્યા વગર ભરેલા કાઢી લેવામાં આવતાં હતા. આવા 3 લાખ લીટર દૂધના 16 ટેન્કર દૂધ ગૂમ થઈ ગયું હોવા છતાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પાસે 3 લાખ લીટર દૂધ ડેરીના કર્મચારીઓ ગુમ કરી દેતાં કોઈ જ જાણકારી ન હતી.
ડેરીનું ભલું ઈચ્છતા પાલનપુરના જાગૃત નાગરિકોએ શંકર ચૌધરીનું આ કૌભાંડ અંગે ધ્યાન દોરતાં તેઓ પાસે કોઈ જ વિગતો ન હતી. જ્યારે દબાણ વધ્યું ત્યારે 1 ટેન્કર દૂધ ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પણ બલ્લભગઢ પોલીસે તપાસ કરતાં આવા 15 ટેન્કર દુધ ગુમ થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે. છતાં ડેરીના ચેરમેને આ અંગે કંઈ ખબર ન હતી. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરીને રૂ.80 લાખ રોકડા પકડી પાડયા છે.
આ બધાજ બનાસ અને અમુલ ડેરીના કર્મચારીઓ કે અધિકારીઓ છે.એક ટેન્કરના રૂ. 6 લાખ લઇને ઉત્તર પ્રદેશમાં જીતુ અને આરીફને વેચી દેતાં હતાં. આ સમગ્ર કૌભાંડ જીતુ અને અમૃત ચૌધરીએ સાથે મળીને કર્યું હતું. આરોપી અમૃત ચૌધરી એક ટેન્કર ડેરીની બહાર નીકળી આપવાના રૂ.3.70 લાખ લેતો હતો.
15 ટેન્કર દૂધ એક જ નંબરની ટ્રક-ટેન્કર દ્વારા કાઢવામાં આવતું હતું. કુલ રૂ. 95 લાખનું દુધ આ રીતે બારોબાર કાઢવામાં આવ્યું હતું. જે બનાસ ડેરીના એક વગદારે તમામને નોકરીએ રખાવ્યા હતાં.
ધરપકડ કરેલા આરોપી
અશોક હરી ચૌધરી, ગામ સેમુન્દ્રા, બનાસકાંઠા
મહેશ હીરાલાલ ચૌધરી, સાત્વગાઈ, હાંસલપુર,
શૈલેષ તેજા ચોધરી, સાર્કરપુર, પાટણ
મહેન્દ્ર સાકર, સાર્કરપુર, પાટણ
જીતેન્દ્ર મોફાજી, ઈશ્મીપુરા, પાલનપુર
અમૃત મોફાજી, ઈશ્મીપુરા, પાલનપુર
અજય બુરા, ફરિદાબાદ,
આરીફ ફર્માન, ગુન્જાળા, હાપુર, ઉત્તર પ્રદેશ
ભરત બીકા, ટાતોરા, બનાસકાંઠા