ગુજરાત

મોટાકોટડા પ્રાથમિક શાળામાં નિવૃત્તિ સન્માન સમારંભ તેમજ વાર્ષિકોત્સવ યોજાયો.

ઇડર તાલુકાના મોટાકોટડા પ્રાથમિક શાળામાં સતત ૨૮ વર્ષે ગામના પનોતાપુત્ર નરસિંહભાઇ પુંજાભાઇ પટેલ (મુખી) નો વયનિવૃત્તિ સમારંભ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સાબરકાંઠા ના હર્ષદભાઇ એચ. ચૌધરીના અઘ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયો હતો. આ અવસરે ,આશીર્વચન મહંત સુનીલદાસજી મહારાજ સંયુક્ત મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ મુખ્યમહેમાનશ્રીઓમાં વિરેન્દ્રભાઇ વાઘેલા ગાંધીનગર શ્રી જશવંતભાઇ પટેલ ડી.વા.એસ.પી. વાલિયા-નર્મદા, શ્રી યતિનભાઇ પ્રજાપતિ માધવગૃપ-અમદાવાદ, અતિથિવિશેષશ્રીઓ અનોપસિંહ ચૌહાણ, ડૉ. ચંદ્રકાન્ત વ્યાસ, શ્રી નરેશભાઇ પટેલ, એ.જી.એમ. સા.કાં. બેન્ક, શ્રી કેશુભાઇ પી. પટેલ પૂર્વ કારોબારી અધ્યક્ષ-ઇડર, સરપંચશ્રી કોકીલાબેન પટેલ, જિજ્ઞેશભાઇ પટેલ, શભુભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, અનેક મહાનુભાવોની હાજરી ઉપસ્થિત રહી.

નિવૃત્ત શિક્ષક નરસિંહભાઇ પુંજાભાઈ પટેલ રૂા. ૧,૦૦,૦૦૦/-લાખનું દાન પ્રાથમિકશાળા મોટાકોટડા દાન તેમજ મહંત સુનિલદાસ મહારાજ – ગૌશાળા – ઈડરમાં ૧૧ હજારનું દાન અર્પણ કર્યું. અને શાળાના તમામબાળકો અને ગ્રામજનોનું ભોજન ખર્ચ તેમને ચુકવવું.
નિવૃત્ત શિક્ષકે શાળાનું ઋણ અદા કરવા શાળામાં જ્યારે જરૂર પડે ત્યારે ઉપસ્થિત રહેવાનું વચન આપ્યું.અઘ્યક્ષસ્થાનેથી હર્ષદભાઇ ચૌધરી શિક્ષણાધિકારીએ શાળાના અને નરસિંહભાઇના ખૂબજ વખાણ કરી આદર્શ શિક્ષક થી આદર્શ શાળાઓ ચાલતી હોય તેમજ જણાવેલ સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ શાળાના સમગ્ર સ્ટાફ, બાળકોએ અને ગ્રામજનો વિગેરે વિવિધ મોમેન્ટો, શાલ, સન્માનપત્ર અર્પણ કરી નરસિંહભાઇ અને તેમના ધર્મપત્નિ પ્રેમીલાબેન નો અભિવાદન કર્યું અને મહારાજશ્રીએ આર્શીવચન આપ્યા તથા શાળાના શિક્ષક અરવિંદભાઇ પટેલ, સુરેખાબેન વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. રાત્રે વાર્ષિકોત્સવ ઉજવ્યો તેમાં શાળાના બાળકોએ વિવિધ ગરબા, નૃત્ય, નાટક, વ્યસનમુક્તિના વિવિધ કાર્યક્રમો યોજવા બદલ તે જનમેદની તાળીઓથી સૌએ શાળાના બાળકોને વધાવી લીધા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x