ગાંધીનગરગુજરાત

રાજયમાં CNGનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે થશે બંધ

ગાંધીનગર :
ડીલરો દ્વારા સીએનજી ગેસમાં માર્જિન વધારવામાં નહી આવતાં આખરે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદત સુધી સીએનજી ગેસ વેચાણ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૫૫ મહિનાથી માર્જિન વધારવામાં આવ્યું નથી આ મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહી આવતાં આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. કોઇ નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદત સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. જેના કારણે સીએનજી ગેસ સંચાલિત વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી શકે છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા આગામી ૩ માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી સીએનજી ગેસનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીલરો દ્વારા માર્જિન વધારવામાં આવતું નથી અને છેલ્લા ૫૫ મહિનાથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી અને આખરે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. રાજ્યભરમાં ૩જી માર્ચથી સીએનજી ગેસનું વેચાણ બંધ કરી દેવામાં આવશે અને જ્યાં સુધી નિરાકરણ નહી આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવનાર છે. સીએનજી ગેસ સંચાલિત વાહન ચાલકોને ત્રીજી તારીખથી મુશ્કેલી સર્જાઇ શકે છે અને જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગેસનું વેચાણ ક્યાંય પણ થશે નહીં. રાજ્યભરમાં સીએનજી ગેસ સંચાલિત વાહનો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ ડીલરો દ્વારા માર્જિન વધારવામાં નહીં આવતાં એસોસિએશને અચોક્કસ મુદત સુધી સીએનજી ગેસનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x