ગુજરાત

૧૮થી ૩૦ વર્ષની મહિલાઓને દુષ્કર્મનો ખતરો સૌથી વધુ, યૌન શોષણના ૭૦% કેસમાં આ લોકો જવાબદાર

૧૮થી ૩૦ વર્ષની મહિલાઓને દુષ્કર્મનો ખતરો સૌથી વધુ છે. એનસીઆરબીના ક્રાઈમ રેકોર્ડનો હવાલો આપતા ‘વૂમેન એન્ડ મેન ઈન ઈÂન્ડયા ૨૦૨૨’ એ તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ વયજૂથમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે કેમ કે તેમનામાંથી અનેક નોકરિયાત છે કેમ કે તેમને ઓફિસ અને ઘર વચ્ચે મુસાફરી કરવા, મોડે સુધી કામ કરવા અને સાઈટોની વિઝિટ કરવાની જરૂર પડે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૬ વર્ષથી નાની વયજૂથની છોકરીઓમાં દુષ્કર્મના કેસ ઓછા આવવાનું મોટું કારણ સામાજિક ડર હોઈ શકે છે. એવું હોઈ શકે છે કે સામાજિ( ડરને લીધે ફરિયાદ જ ન કરાઈ હોય. તાજેતરમાં જાહેર કરાયેલા વૂમેન એન્ડ મેન ઈન ઈÂન્ડયા ૨૦૨૨ રિપોર્ટ મહિલાઓના કામ કરવા અને કમાવવાના મૌલિક અધિકારને સુરક્ષિત કરવા માટે વધારે સંવેદનશીલ અને અસરદાર ઉપાયોની માગ કરે છે. ૧૮થી ૩૦ વયની મહિલાઓનો હવાલો આપતા રિપોર્ટમાં ભારપૂર્વક કહેવાયું છે કે આવી Âસ્થતિઓ મહિલાઓના કામ કરવા અને કમાણી કરવાના મૌલિક અધિકારમાં બોજા કે અવરોધ ન બનવી જાઈએ. કાર્યસ્થળે યૌન ઉત્પીડનને રોકવા માટે સરકાર દ્વારા પહેલાથી અનેક ઉપાયો કરાયા છે પણ લૈંગિક સંવેદનશીલતાના ક્ષેત્રમાં વધારે કામ કરવાની જરૂર છે.
એનસીઆરબીના ૨૦૨૧ના આંકડા અનુસાર ૩૧૮૭૮ દુષ્કર્મ પીડિતાઓમાંથી ૨૦૦૬૫(૬૩%)ની વય ૧૮-૩૦ વર્ષની વચ્ચે હતી. જ્યારે ૧૦૩૦(૧૨-૧૬ વર્ષ), ૧૮૩(૬-૧૨ વર્ષ) અને ૫૩ છ વર્ષથી ઓછી હતી. અહેવાલ અનુસાર મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા કે જાતીય સતામણીના ૭૦% કેસ પતિ દ્વારા ક્રૂરતા, સંબંધીઓ દ્વારા મહિલાઓની લાજ લૂંટવી અને અપહરણના છે. મહિલાઓ દ્વારા પોતાના જ ઘરમાં પતિ અને સંબંધીઓ દ્વારા આચરાતી ક્રૂરતાનો દર તમામ અપરાધોનો એક તૃતીયાંશ છે. આંકડા જણાવે છે કે મહિલાઓ દ્વારા સુરક્ષા સાથે સમજૂતી કરવાનું ઘરમાંથી જ શરૂ થાય છે. રાષ્ટÙીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા જણાવે છે કે દેશમાં એક તૃતીયાંશ મહિલાઓ તેમના પતિ દ્વારા હિંસાનો સામનો કરી રહી છે. ૧૮થી ૪૯ વર્ષની વયની વિવાહિત મહિલાઓ એ છે જેમણે ક્યારેક તો તેમના પતિ દ્વારા કરાયેલી ભાવનાત્મક, શારીરિક કે યૌન હિંસાનો અનુભવ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x