ગુજરાત

ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી

ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટÙમાં મોનસૂનના મુખ્ય મહિનાઓ દરમિયાન અપૂરતો વરસાદ પડવાની શક્યતા

આ વખતે ગુજરાતમાં તો ભર ઉનાળામાં પણ કમોસમી વરસાદે પીછી નથી છોડ્યો. ત્યારે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે આ વખતે કેવો વરસાદ પડશે તે અંગેનું પહેલું અનુમાન આપી દીધું છે. સ્કાઇમેટ પ્રમાણે, આ વખતે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. આ વખતે સામાન્ય વરસાદ થવાની માત્ર ૨૫ ટકા જ સંભવના છે. એલપીએનું ૯૪ ટકા વરસાદ થવાનું અનુમાન છે. દુષ્કાળની પણ ૨૦ ટકા સંભાવના છે. હકીકતમાં લા નીના પુરૂં થઇ ચૂક્યુ છે અને આગામી દિવસોમાં અલ નીનોને કારણે વરસાદ નબળું રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, આ વખતે ચોમાસા પર અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના કારણે વરસાદ સામાન્ય કરતા ઘણો નબળો રહી શકે છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, દેશને દુષ્કાળનો સામનો પણ કરવો પડી શકે છે. વધુ પડતી ગરમીને કારણે પાક પર પણ ખરાબ અસર થવાની સંભાવના છે.
જ્યારે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની ઉપરની સપાટી ગરમ હોય છે ત્યારે અલ નીનોની અસર જાવા મળે છે. તેની અસર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડે છે. એવો અંદાજ છે કે, મે-જુલાઈ વચ્ચે અલ નીનોની અસર પાછી આવી શકે છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં ચોમાસું પણ સંપૂર્ણપણે સક્રિય થાય છે.
સ્કાયમેટે એવી પણ આગાહી કરી છે કે, અલ નીનોના કારણે દુષ્કાળની સંભાવના છે. જાકે, તેઓ જણાવે છે કે, દુષ્કાળની માત્ર ૨૦% શક્યતા છે. અલ નીનોની અસરને કારણે ઉનાળામાં ઓછો વરસાદ પડે છે. પરંતુ આ ચોક્કસ નથી, કારણ કે મજબૂત અલ નીનો હોવા છતાં ૧૯૯૭માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે ૨૦૦૪માં નબળા અલ નીનો હોવા છતાં ગંભીર દુષ્કાળ પડ્યો હતો.
સ્કાયમેટની આગાહી પ્રમાણે આખા દેશ માટે સારા સમાચાર નથી. ખાસ કરીને ખેતીના સંદર્ભમાં તો નથી. આ વખતે ચોમાસામાં ઓછો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચોમાસાની મોસમ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ગયા વર્ષે આ સમયમાં સારો વરસાદ પડ્યો હતો. આમ છતાં દેશનો ૧૭% વિસ્તાર દુષ્કાળની ઝપેટમાં રહ્યો.
ગયા વર્ષે જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હતો તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો હતા. આ વર્ષ અલ-નીનોનું હોઈ શકે છે. મતલબ કે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. આ વર્ષ અલ-નીનોનું હોઈ શકે છે. મતલબ કે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.
હવામાન એજન્સીએ ૨૦૨૩ માટે મોનસૂનનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. આ મોનસૂન પૂર્વાનુમાન અનુસાર જૂનથી સપ્ટેમ્બર સુધી ૪ મહિનાનો સરેરાશ વરસાદ ૮૬૮.૮ મિ.મી.ની તુલનાએ ૮૧૬.૫ મિ.મી. એટલે કે ૯૪%( /-૫ ટકા) રહેવાની શક્યતા છે. અગાઉ જાન્યુઆરીમાં પણ પૂર્વાનુમાન જાહેર કરાયું હતું જેમાં જણાવાયું હતું કે ૨૦૨૩માં મોનસૂન સરેરાશથી ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેને હવે યથાવત્ રખાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x