આંતરરાષ્ટ્રીય મેરેથોન દિવસ અન્વયે ગાંધીનગરના મેરેથોન રનર્સનો મેળાવડો
વિશ્વમાં દર વર્ષે 10મી એપ્રિલે મેરેથોનન આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1896માં, ગ્રીસના એથેન્સમાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોના ભાગરૂપે ‘મેરેથોન’ નામની નવી લાંબા અંતર દોડની ઇવેન્ટ પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી. આયોજકોએ ગ્રીક રનર/મેસેન્જર ફિડિપિડ્સના ઐતિહાસિક પરાક્રમથી પ્રેરણા લીધી, જેઓ એથેનિયનો દ્વારા પર્સિયનની હારની જાહેરાત કરવા માટે “મેરેથોન” નામના દરિયાકાંઠાના ગ્રીક ગામથી ગ્રીસમાં તેની રાજધાની “એથેન્સ” સુધી લગભગ 25 માઈલ દોડ્યા હતા. 490 બીસીમાં ગ્રીકની દંતકથા પ્રમાણે આ મહત્વપૂર્ણ સમાચાર તેના સાથી એથેન્સીઓને જાહેર કર્યા પછી તે મૃત્યુ પામ્યો. એથેન્સ, ગ્રીસ ખાતે 1896ની ઓલિમ્પિક મેરેથોન આમ, પ્રથમ “મેરેથોન” હતી જે 10મી એપ્રિલ 1896ના રોજ સત્તાવાર રીતે યોજાઈ હતી.
ગાંધીનગરના રનર્સ પણ ભારત અને વિદેશમાં યોજાતી મેરેથોનમાં નિયમિત રીતે ભાગ લે છે જે પૈકી ઘણાં રનર્સ વિજેતા થઈને આવે છે. વિશ્વ મેરેથોન દિવસ અન્વયે આ રનર્સનું સ્નેહ મિલન મેરેથોન રનર જગત કારાણી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ મેળાવડામાં જગત કારાણી, સંજય થોરાત, મીતેશ ગજ્જર, રાજેશ્રી પરમાર, પ્રદીપ ગેહલોત, રજનીકાંત પરમાર, ખુશાલી પુરોહિત, ડૉ. જિજ્ઞાસા ઠુમ્મર, પિન્કી જહા, દિલીપસિંહ ડોડિયા, ફાલ્ગુની ડોડિયા, દિલીપ શર્મા, અર્પિતા જોષી, રમેશ બાબુ ગટ્ટુ, કોચ રાહુલ શર્મા, મયંકા શર્મા, શૈલેષ ભાટી, રોહિત ચૌહાણ સહિત અનેક રનર્સ જોડાયા હતા. મજાની વાત એ હતી કે આ મેળાવડામાં મેરેથોન સીવાય બીજી કોઈ વાત કે ચર્ચા નહોતી. આવનાર મેરેથોન દોડમાં ભાગ લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.