ગૂંજ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે ૨કતદાન શિબિરનું આયોજન
ગાંધીનગર :
ઉનાળાની ગરમી દરમિયાન ઓછા Blood donationને કારણે લોહીની અછત સર્જાતી હોય છે તથા મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી ન મળવાને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ પરિસ્થિતિમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગૂંજ ફાઉન્ડેશન દ્વારા તાઃ ૨૧/૦૫/૨૦૨૩ના રોજ ગાંધીનગર ખાતે એક રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. એકત્રિત થનાર રક્ત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મારફતે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી મફતમાં પહોંચાડવામાં આવશે. તો આવો સૌ સાથે મળીને રક્તદાન કરીએ અને કોઈકની જિંદગી બચાવીએ.
તારીખઃ-૨૧/૦૫/૨૦૨૩
સમયઃ-સવારે ૮ વાગ્યા થી બપોરે ૨ વાગ્યા સુધી,
સ્થળઃ-બ્રહ્મભવન હોલ, વિદ્યા લાયબ્રેરી પાસે, સેક્ટર ૧૬, ગાંધીનગર.
રજીસ્ટ્રેશન માટે ૯૫૭૪૫૬૭૦૪૧ પર ફોન કે મેસેજ કરવા સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવેલ છે