“વર્લ્ડ નો ટોબેકો ડે” નિમિતે મહેસાણા થી વડોદરા સુધીની સાઇકલ યાત્રા નાં સાયકલિસ્ટ દ્વારા રૂપાલ ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર :
ફેઈથ ફાઉન્ડેશન વ્યસનમુક્તિ તથા તમાકુ નિયંત્રણના ક્ષેત્ર ૧૭ વર્ષ થી કાર્યરત છે. સંસ્થા રાજય તથા જીલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીની સભ્ય છે. સ્ટેટ ટોબેકો કંટ્રોલ સેલ – ગાંધીનગર અને DTCC, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત સાથે મળીને COTPA (સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ) 2003 કલમ 6(બ) કોઈપણ શૈક્ષણિક સંસ્થાના 100 વાર ની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવું કાનૂની ગુનો બને છે. આ કલમના સખત અમલીકરણ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં “તમાકુ મુકત શાળા” ના ઉદેશ્ય સાથે “Yellow Line Campaign” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, આ ઉપરાંત સંસ્થા અવારનવાર પોલિસ ડિપાર્ટમેંટ, એડ્યુકેશન ડિપાર્ટમેંટ, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેંટ અન્ય જવાબદાર વિભાગોના અધિકારીશ્રી માટે COTPA 2003 વિષય પર ટ્રેનીંગનું પણ આયોજન કરે છે. હાલમાં સંસ્થા ટોબેકો/સ્મોક ફી વિલેજ, ટોબેકો ફ્રી એડ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન માટે કેમ્પેઇન ચલાવી રહ્યું છે.
ફેઈથ ફાઉન્ડેશન દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે’ ની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષેની થીમ we need food not tobacco” ને ધ્યાન માં રાખીને સંસ્થા દ્વારા તા 13 મે થી 17 મે 2023 દરમિયાન મહેસાણા થી વડોદરા સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 14 મે ના રોજ કાર્યક્રમનો દ્વિતીય દિવસ હતો. પહેલો દિવસ પૂરો કરીને સાઇકલ સવાર ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરીયો. કલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રથમ કાર્યક્રમ કરીયો. રૂપાલ ગામમાં સરપંચ શ્રી અને ઉપસરપંચ શ્રી ના સહયોગથી ધૂમ્રપાન મુક્ત ગામ માટે માર્ગદર્શિકાનો અમલ, નશા મુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી પર સ્કીટ પ્રદર્શન, ખેડૂતો સાથે FGD અને કલમ 4, 5 6a અને 6b નો અમલ કરાવામા આવ્યો.