યુવા નારીઓને આત્મનિર્ભર બનાવવા તરફ ‘તિતલી’ મેકઅપ આર્ટિસ્ટનો મોડર્ન એપ્રોચ!
ગાંધીનગર સરગાસણ ખાતે આવેલા ધ પ્લુટસ સેન્ટર, મેવા લક્ઝરી બેન્કવેટ હોલ ખાતે ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઈલીશ જલ્પા વર્મા દ્વારા શનિવાર દિનાંક ૧૯ના રોજ એક દિવસનો ઓન સ્ટેજ મેકઅપ ‘લુક એન્ડ લર્ન’ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. આ મેકઅપ સેમિનારમાં ગાંધીનગરની ૧૦૦થી વધુ યવા મહિલાઓ હાજર રહી હતી.
લગ્ન હોય અને ક્યાં મેકઅપ કરાવવો? એવો પ્રશ્ન દરેક દુલ્હનને સતાવે છે. કેમ કે, દરેક દુલ્હન પોતાના મેરજમાં સૌથી સુંદર અને યુનિક લાગે તેવું ઈચ્છે છે. આ માટે તે બને ત્યાં સુધી સારામાં સારો મેકઅપ હેર સ્ટાઈલ કરાવવાનું પસંદ કરે છે. ઘણી વખત એવું પણ બને કે કોઈને એકદમ લાઈટ મેકઅપ પસંદ હોય… પણ એથી વિશેષ સારા મેકઅપ આર્ટિસ્ટ મળવા જરૂરી છે. ગાંધીનગરમાં શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ તૈયાર થાય અને આત્મનિર્ભર બને એ માટે જલ્પા વર્મા દ્વારા મોડર્ન એપ્રોચ ધરાવતો સેમિનાર યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઈલીશ જલ્પા વર્મા અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએસી બ્લશના ચેરમેન વત્સલ તન્ના, બ્યૂટી સિક્રેટના રવિ ચૂડાસમા, તેશા ક્રિએશન ઇવેન્ટ મેનેજમેન્ટના તેજસ રાઠોડ હાજર રહ્યા હતા. તિતલી મેકઅપ અને હેર સ્ટુડિયોના જલ્પા વર્માએ આઠ કલાક સુધી ઓન સ્ટેજ બે મેકઅપ લુક લાઇવ ડેમોન્સ્ટ્રેશન સાથે બતાવ્યા હતા.
ટ્રેડિશનલ અને વેસ્ટર્ન એમ બે પ્રકારના લુક માટે શું ધ્યાન રાખવું અને કેવી રીતે મેકઅપ કરવો એની રીત અને ટેકનિકની માહિતી આપતાં તેમણે આખો મેકઅપ કરી બતાવ્યો હતો. મેકઅપમાં સિલીકોન મેકઅપ, મિનરલ મેકઅપ, મેટાલિક મેકઅપ, પિગ્મટ બેસ, શિમરી, વોટરપ્રૂફ જેવા મેકઅપની માહિતી આપી ૧૦૦થી વધુ યુવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા તરાના, તમન્ના, સંજય વર્માએ યોગદાન આપ્યું હતું જ્યારે શ્રીજી કોમ્પ્યુટરના બ્રિજેશ પટેલ દ્વારા કેમેરા લાઇટની વ્યવસ્થા કરી હતી કે જે મેકઅપ માટે ખૂબ જરૂરી છે. સેમિનારની વિડિયો અને ફોટોગ્રાફી લેયર સ્ટુડિયોના નદીમભાઈ દ્વારા કરવામાં આવી હતી. સેમિનારમાં ભાગ લેનાર સૌને સર્ટિફિકેટ અને ગુડી બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.