ગાંધીનગરગુજરાત

ધો.10 નું 64.62% પરિણામ જાહેર, ગાંધીનગર જિલ્લાનું 68.25% પરિણામ

ગાંધીનગર :

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના 9.5 લાખથી વધુ વિદ્યાર્થીનું આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ પરિણામ 64.62% પરિણામ આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ વખતે મોરબી જિલ્લાનું સૌથી વધુ 75.43% અને દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ આવ્યું છે. જેમાં ગાંધીનગર જિલ્લાનું 68.25% પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ બેઠક નંબર દાખલ કરીને પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરી શકશે, પરિણામ SMS દ્વારા પણ ચકાસી શકાશે.

ધોરણ 10ના પરિણામમાં વિદ્યાર્થીઓને A-1: 6111, A-2: 44480, B-1: 86611, B-2: 127652, C-1: 139248, C-2: 67373, D: 3412 અને E-1*: 6 ગ્રેડ મળ્યા છે.

ગુજરાતી માધ્યમનું 62.11%, હિન્દી માધ્યમનું 64.66%, મરાઠી માધ્યમનું 70.95%, અંગ્રેજી માધ્યમનું 81.90%, ઉર્દુ માધ્યમનું 69.10% અને સિંધી માધ્યમનું 100.00% પરિણામ આવ્યું છે.

ગુજરાત બોર્ડ દ્વારા GSEB ધોરણ 10 ની પરીક્ષાઓ 14 માર્ચ, 2023 થી 28 માર્ચ, 2023 સુધી યોજાઈ હતી. આ દરમિયાન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં રેગ્યુલર કેટેગરીમાં 7.4 લાખથી વધુ, પ્રાઈવેટ રેગ્યુલર 11 હજારથી વધુ, રિપીટર 1.65 લાખથી વધુ અને પ્રાઈવેટ રિપીટર 5 હજારથી વધુ તથા આઈસોલેટેડ પણ પાંચ હજારથી વધુ તેમજ દિવ્યાંગ ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. આમ કુલ મળીને આ વર્ષે ધો.10માં 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.

આ વર્ષે વિદ્યાર્થીઓ વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાણવા ઉપરાંત વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવી શકે છે. બોર્ડ દ્વારા વોટ્સએપ ચેટબોક્ષ શરૂ કરાઈ છે. જેમાં 6357300971 નંબર પર વોટ્સએપમાં હાય સેન્ડર કરીને બોર્ડ પરીક્ષાનો સીટ નંબર લખી મોકલવાથી પરિણામનો મેસેજ સામે વિદ્યાર્થીને આવી જશે.

આ રીતે ધોરણ 10નું પરિણામ 2023 ચેક કરો | How to check GSEB SSC Result 2023

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.

સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

વિદ્યાર્થીઓ ધોરણ 10નું પરિણામ SMS દ્વારા પણ જાણી શકાશે | How to check GSEB SSC Result 2023 via SMS

વિદ્યાર્થી GSEB 10નું પરિણામ 2023 SMS દ્વારા પણ જોઈ શકે છે. આ સ્ટેપ્સ ફોલો કરીને SMS દ્વારા પરિણામ જોઈ શકાય છે.

ફોન પર SMS એપ્લિકેશન ખોલો.

આ SMS ફોર્મેટને અનુસરીને મેસેજ લખો. દા.ત.- SSC<સ્પેસ>રોલ નંબર.

સાચા રોલ નંબર સાથેનો મેસેજ 56263 પર મોકલો.

જીએસઈબી એસએસસીનું પરિણામ એ જ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x