ગુજરાતમાં હવામાન કેવું રહેશે? જાણો શું કહે છે હવામાન વિભાગ
ગુજરાતનાં ખેડુતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે.હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની કરી આગાહી 28 અને 29 મે એ કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો હોય તેમ અનેક જગ્યા એ વાદળછાયું વાતાવરણનો માહોલ બન્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 48% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 36 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.