ગાંધીનગરમાં ધોરણ ૧૦ ના પરિણામમાં કિશોર ઇન્સ્ટિટયુટનાં ૧૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
ગાંધીનગર :
તાજેતરમા જાહેર થયેલા ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ની પરીક્ષાના રીઝલ્ટમાં ગાંધીનગરમાં આવેલી કિશોર ઇન્સ્ટિટયુટના કુલ ૧૫ વિધાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી કિશોર ઇન્સ્ટિટયુટનું અને સાથે સાથે સમગ્ર ગાંધીનગરનું નામ રોશન કર્યું છે. ત્યારે કિશોર ઇન્સ્ટિટ્યુટના સ્થાપક કિશોર સરે જણાવ્યુ હતુ કે કિશોર ઇન્સ્ટિટયુટની એક્ષ્પર્ટ ટીચર્સ અને સપોર્ટીંગ સ્ટાફની વિશાળ ટીમ આખા વર્ષ દરમિયાન દરરોજ સારું પરિણામ મેળવવા માંગતા વિધાર્થીઓની તેમના અભ્યાસને લગતી નાની નાની મુંઝવણોને દુર કરવા એક્ષ્પર્ટ ટીચર્સ સતત વિદ્યાર્થીઓની મહેનતને તેમની સાથે રહી પર્સનલી ઓબ્ઝર્વ કરતા રહે છે. આ સિવાય વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓ સાચવવા અને ઝીણી ઝીણી તકલીફોને દુર કરવા ટીચર્સ અને સપોર્ટિંગ સ્ટાફ ખડેપગે રહે છે. કોઈપણ સુવિધામાં એકપણ દિવસ જરાપણ ખલેલ ચલાવી લેવામાં આવતી નથી. આ સાથે એસી કલાસ રૂમ્સ, એડવાન્સ સ્માર્ટ બોર્ડસ, ગાંધીનગરના શાંત અને સુરક્ષિત વાતાવરણમાં સુવિધાઓથી સજ્જ હોસ્ટેલ, સતત વાંચન કરી ઉચ્ચ પરિણામ લાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ર૪ કલાક ખુલ્લી રહેતી અને વિધાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તેવા વાતાવરણમાં બનાવવામાં આવેલી એસી ફેસીલીટી સાથેની આધુનિક લાઈબ્રેરી અને કલાસના ખુણામાં બેઠેલા વિધાર્થીને સ્માર્ટ બોર્ડ દેખાય અને સાથે સરનો અવાજ પણ ચોખ્ખો સંભળાય તે માટે બનાવવામાં આવેલા થિએટર ટાઈપ કલાસ રૂમ્સ વીથ ધમ સાઉન્ડ સ્પીકર વિધાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવે છે અને તેને અલગ સ્તરનો શૈક્ષણિક અનુભવ બનાવી દે છે.
આ રીતે કિશોર ઇન્સ્ટિટ્યૂટ તમામ સ્તરે અતિ જહેમત પૂર્વક વિધાર્થીઓની પડખે રહી પાછલાં અનેક વર્ષોથી સફળતાના શિખરો સર કરતુ આવ્યુ છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે અને હંમેશા વિધાર્થીઓ અને વાલીઓની પહેલી પસંદ રહયુ છે. કિશોર ઇન્સ્ટિટયુટના તમામ સફળ વિધાર્થીઓએ તેમની સફળતાનો શ્રેય ઈન્સ્ટિટયુટના શ્રેષ્ઠ શિક્ષકો અને તેમની વિધાર્થીઓ પાછળની રાત દિવસ ની મહેનતને ગણાવી છે.