અમદાવાદમાં કરોડોની જમીન પડાવતી ગેંગનો વોન્ટેડ દિલ્હીથી ઝડપાયો
અમદાવાદ જીલ્લા અને શહેરમાં અંગુઠાના ખોટા લેબ રીપોર્ટ બનાવી કરોડોની જમીન પચાવી પાડતી ભુમાફીયાઓ ગેગના સાગરીતને પોલીસે દિલ્હીથી ઝડપી પાડયો હતો. જાણવા મળતી માહિતી અનુસાર અંગુઠાના ખોટા લેબ રીપોર્ટ બનાવી કરોડોની જજમીન પચાવી પાડતી ભુમાફીયાઓ ગેગના સાગરીત નિરલભાઈ રાકેશભાઈ ઝવેરી રહે. સુરધારા બંગ્લોઝ વિ-ર પ્રહલાદનગર અમદાવાદ સામે બોપલ, અસલાલી, ધોળકા રૂરલ સાણંદ અને સીઆઈડી ક્રાઈમમાં ૭ ગુના નોધાયા હતા. તેમાં તે નાસતો ફરતો હતો. દરમ્યાનમાં અમદાવાદ જીલ્લાના પોલીસ વડા અમીત વસાવાની સુચના મુજબ એસઓજીની ટીમે બાતમીના આધારે દિલહી ખાતે જઈને વોન્ટેડ નિરલભાઈ ઝવેરીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.