મિલાપ ટાટારિઆએ ટેકવોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ સાથે માસ્ટરનો ખિતાબ મેળવ્યો.
૧૮ વર્ષ પહેલાં મિલાપ ટાટારિઆ ટાઇગરે માર્શલઆર્ટ શીખવાની શરૂઆત કરી હતી ત્યારે સહેજ પણ ખ્યાલ નહતો કે હું માર્શલઆર્ટ ક્ષેત્રે આટલો આગળ આવીશ. કુક્કીવોન વર્લ્ડ ટેક્વોન્ડો ફેડરેશન હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલ ટેકવોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ મેળવ્યાની સિદ્ધિ હાંસલ કરી માસ્ટરનો ખિતાબ મેળવ્યો. પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ બન્યા પછી હજુ હું આગળ વધી શકું છું પણ માત્ર મારી પ્રગતિ હશે. મારે તો હવે વધુ ડિગ્રી મેળવવા કરતા ગુજરાતનાં અને ખાસ તો ગાંધીનગરનાં તમામ યુવાનો, ભાઇઓ, બહેનો તથા દિકરીઓને માર્શલઆર્ટ્સની તાલીમ આપી વધુમાં વધુ તાલીમબદ્ધ કરવાની ઇચ્છા છે. ટેક્વોન્ડો બ્લેક બેલ્ટ ડેન ટેસ્ટિંગ અને ડેન સર્ટિફિકેશનની મુખ્ય સંચાલક સંસ્થા છે અને તે દક્ષિણ કોરિયાના સિયોલમાં સ્થિત છે. મિલાપ ટાટારિઆ ટાઇગરે ખેલમહાકુંભ, જિલ્લા લેવલ, રાજ્ય લેવલ, રાષ્ટ્રીય લેવલ તથા આંતરરાષ્ટ્રીય લેવલે ટેક્વોન્ડો રમતમાં વિજેતા ટ્રોફીઓ, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ છેલ્લા ૧૮ વર્ષમાં જીતી ચુક્યા છે. મિલાપ ટાટારિઆ ટાઇગરે જણાવ્યું હતું કે, પોતાની સુરક્ષા માટે છેલ્લાં શ્વાસ સુધી લડી લેવાની હિંમત જ તમને સુરક્ષિત કરી શકે છે. સુરક્ષા માટે કોઈનાં પર નિર્ભર રહેવાની જરૂર નથી. આત્મ સુરક્ષા એ જ સાચી સુરક્ષા છે.