ગાંધીનગર

રેડિયન્ટ સ્કૂલમાં શિક્ષક-પ્રશિક્ષણ શિબિર યોજાઈ

“શિક્ષક બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ ત્યારે જ આપી શકે જયારે તે પોતે આજીવન વિદ્યાર્થી બનીને કાર્ય કરતો રહીને શિક્ષણની પ્રક્રિયામાં જોડાયેલ રહે.” સદર પંકિતને ખરા અર્થમાં ફલિતાર્થ કરવાની દિશામાં રેડિયન્ટ સ્કૂલ, સરગાસણના શાળા-મેનેજમેન્ટ દ્વારા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૪ની શરૂઆત પૂર્વે તા.૨૯-૫-૨૦૨૩ થી ૦૨-૦૬-૨૦૨૩ દરમિયાન શાળાના અંગ્રેજી તેમજ ગુજરાતી-બંને માધ્યમના શિક્ષકો માટે “શિક્ષક-પ્રશિક્ષણ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું.

સદર પ્રશિક્ષણ શિબિરમાં શિક્ષણક્ષેત્રના તજજ્ઞ, શિક્ષણવિદોના સેશન ગોઠવવામાં આવ્યા. શિક્ષક તરીકે પોતાની જાતને સતત અપડેટ રાખવી, વર્ગને ખરા અર્થમાં સ્વર્ગ બનાવવું, વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક શક્તિઓને બહાર લાવી એને ખીલવાની તકો પૂરી પાડવી તેમજ સૌથી મહત્વની બાબત- વિદ્યાર્થીને શીખવવા કરતાં એને જાતે શીખતો કરવો, એ માટે એને સતત પ્રોત્સાહન આપી એને યોગ્ય માર્ગદર્શન આપવું વગેરે બાબતો સદર પ્રશિક્ષણ શિબિરના કેન્દ્રબિંદુમાં રહી. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં માનવીય મૂલ્યો કેળવાય, તેમનામાં પારિવારિક ભાવના ઉજાગર થાય, સંસ્કારોનું સિંચન થાય એ દિશામાં આગળ વધી શિક્ષણ-કાર્ય કરવા માટે તમામ શિક્ષક મિત્રોને તાલીમ આપવામાં આવી. સત્રની શરૂઆત પહેલાં, વેકેશનના સમયગાળામાં જ ચાલેલ પાંચ દિવસની આ શિબિરમાં તમામ શિક્ષક મિત્રો ઉમળકાભેર જોડાયા અને એમાંથી ઘણું બધું શીખ્યા, જાણ્યા અને સમજ્યા. સંસ્થાના પ્રમુખ શ્રી પી.એમ.વામજા અને આચાર્ય શ્રી જે.બી.વામજા તાલીમમાં જોડાવવા બદલ તમામ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો તેમજ બાળકોના સર્વાંગી વિકાસની દિશામાં શિક્ષણ-કાર્ય કરતા રહેવા માટે તમામ શિક્ષકોને નમ્ર અપીલ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x