માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલની અરજી ફગાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત કરી હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર ર્નિણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું. ત્યાર બાદ પણ તેઓ હાજર નહોતા રહ્યાં . કોર્ટે કેજરીવાલની સ્ટે માટેની અરજીની સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. હવે નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું પડે એમ હતું પરંતુ તેઓ હાજર રહ્યાં નહોતા. સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે, તમે જ કોર્ટને બાહેંધરી આપી હતી કે હાજર રહેશો.
કોર્ટે કહ્યું કે તમારી રિવિઝન પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં સાંભળવાની જરૂર નથી. આ કેસમાં નીચલી કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. હકીકતમાં, યુનિવર્સિટીએ કેજરીવાલ વિરુદ્ધ તેમના નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.