સુરતઃ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટ્યા, રોગચાળો બન્યો બેકાબુ
સુરત સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની સીઝનમાં રોગચાળાના કારણે હાલ દર્દીઓનો ભારે ધસારો નોંધાઈ રહ્યો છે. ચોમાસા બાદ સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સ્થિતિ એવી થઇ છે કે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યાં છે, જેથી તેમને નીચે ગાદલાં મૂકી સારવાર લેવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં બેડની અછતના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસા દરમિયાન વધેલા ઝાડા-ઊલટી, મલેરિયા, ડેન્ગ્યુ. ટાઈફોઈડ, કોલેરા સહિતના કેસોએ ભરડો લીધો છે. જેના કારણે દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે .ભારે ઘસારાના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.
આ સર્જાયેલી પરિસ્થિતિ અંગે જણાવતા સુરત સિવિલ હોસ્પિટલના RMOએ કહ્યું કે, આ ચોમાસાની સીઝનમાં રોગચાળાના કારણે દર્દીઓનો ધસારો વધુ છે, જેના કારણે આવું બન્યું હોય. જાેકે તાત્કાલિક અન્ય વોર્ડમાં વ્યવસ્થા કરી દેવાઈ છે. શહેરમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વકર્યો છે. છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હોવાનાં દૃશ્યો પણ સામે આવી ચૂક્યાં છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યાં છે, જેથી તેમની નીચે ગાદલાં મૂકી સારવાર કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વધેલા ઝાડા-ઊલટી, મલેરિયા, ડેન્ગ્યુ. ટાઈફોઈડ, કોલેરા સહિતના કેસોને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
શહેરમાં પાછલા એક-દોઢ મહિનામાં રોગચાળામાં થયેલાં મોતના મોટા ભાગના કિસ્સા સ્લમ વિસ્તારોમાં નોંધાયા છે. સ્લમ વિસ્તારોની હાલત દયનીય હોવાની બૂમરાણ ઉઠી રહી છે. હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યાં છે, જેથી તેમની નીચે ગાદલાં મૂકી સારવાર કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હોવાનાં દૃશ્યો પણ સામે આવી ચૂક્યાં છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યાં છે, જેથી તેમની નીચે ગાદલાં મૂકી સારવાર કરવામાં આવી રહી છે.