રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે “पेड़ से प्यार का धागा” કાર્યક્રમ યોજાયો
ભારતીય સંસ્કૃતિ એ આધ્યાત્મ અને પર્યાવરણને સાથે લઈ ચાલનારી સંસ્કૃતિ છે ત્યારે સંસ્કૃતિ અને પર્યાવરણનો સમન્વય ખૂબ જ જરૂરી છે. આથી ગાંધીનગરમાં સંસ્કૃતિ અને પર્યાવરણનો સંગમ કરી પ્રકૃતિનું જતન થાય એવા ઉમદા હેતુ સાથે સેવાભાવી સંસ્થા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ, ગાંધીનગર” તથા વન વિભાગ ગાંધીનગરના સહિયારા પ્રયાસથી રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે “पेड़ से प्यार का धागा..” કાર્યક્ર્મ યોજાયો હતો. જીઇબી પાસે આવેલ ચરેડી વાવતેર પ્લોટમlમાં પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટના સભ્યો અને વન વિભાગ દ્વારા વૃક્ષના રક્ષણ અને તેના લાંબા આયુષ્ય માટે તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વાવેલાં રોપાઓને રાખડી બાંધી પરંપરા અને આધ્યાત્મનો નવો સંગમ ઊભો કરાયો હતો.
વિધિવત રીતે રક્ષાબંધનના પર્વ મુજબ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરી અને વૃક્ષોને નાડાછડી રૂપી રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાથના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોરિજ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સતીષભાઈ ચૌધરી તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી અમિત ભાઈ ગોંડ સહીત સભ્યો હાજર રહ્યાં હતા અને “पेड़ से प्यार का धागा..” કાર્યકમ યોજાયો હતો.