અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો: ગબ્બરના પગથિયાંનું કરાશે સમારકામ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તારીખ 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. આ તરફ હવે યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા ગબ્બર પર્વત પર પગથિયા રિપેરિંગનું કામ કરવામાં આવશે. જેને લઈ ગબ્બર ચઢવાનો એક-એક રસ્તો ક્રમશ 4-4 એટલે કે 8 દિવસ સુધી બંધ રહેશે.
અંબાજી ધામમાં પગથિયાંનું સમારકામ શરૂ કરવાને લઈ ગબ્બર ચઢવાનો એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે. જે મુજબ 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રહેશે. જેથી બીજા રસ્તેથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રહેશે.
સપ્તાહમાં કામ પૂરું થયા બાદ બન્ને માર્ગ શરુ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. આ વર્ષે પણ 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોઇ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર્વત પર યાત્રીકોની સુવિધા માટે પગથિયાંનું સમારકામ કરવાની કવાયત હાથ ધરાઇ છે.