ગુજરાત

દેવ ફ્લાઇટ દ્વારા સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર હવે માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચી શકાશે

સુરતની એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા રાજ્ય સરકારના આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં વધુ એક વિમાનની ફાળવણી કરવામાં આવી છે. આજે દેવ નામનું વિમાન સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. સુરત એરપોર્ટ પર યોજવામાં આવેલ સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ વિમાનને લીલી ઝંડી આપી સમર્પિત કર્યું હતું. દેવ વિમાનનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી અને સાંજના સમયે વધુ એક સુરતથી અમદાવાદ એમ 5 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે.

જાણો આ ફ્લાઈટની ખાસિયતો :

– આ પ્લેન ૩૦ કરોડ રૂપિયાનું માનવામાં આવે છે અને ગુજરાતના સિટીમાં ઝડપથી પહોંચવામાં મદદ કરશે. 

– આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા ૨૦૨૨થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી અને સાંજના સમયે વધુ એક સુરતથી અમદાવાદ એમ ૫ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે. 

– રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈ માર્ગે જાેડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ પ્રકારના હવાઈ માર્ગ પર હવાઈ સેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

– વેન્ચુરા દ્વારા ચલાવવામાં આવી રહેલા વિમાનોમાં ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરે છે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થાય છે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ અશક્તો માટે તો ફાયદો થાય જ છે,

– તેની સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થઇ રહ્યો છે. તેમજ મોટા વિમાનોની માફક લાઈવ ટ્રેકિંગ પણ કરી શકાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x