દહેગામમાં નકલી સર્ટીફિકેટથી કોરોનાની સહાય મેળવવાનું કૌભાંડ ઝડપાયું, 30 સામે ફરિયાદ
કોરોના કાળ એક એવો સમયગાળો છે જે ના યાદ કરવો હોય તો પણ કપરો કલ યાદ આવી જાય છે. વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ ઉથલપાથલ મચાવી અને લાખો લોકોના જીવ ગયા. કોરોનાકાળમાં જે લોકોના કોરોનાથી મોત થયા તેમના માટે ગુજરાત સરકારે 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી. સરકારે આ સમયે લોકોને મદદ થવા એક યોજના બહાર પડી હતી પણ આ સમયમાં પણ કૌભાંડીઓએ છોડ્યો નથી અને એમાં પણ પૈસા કમાવવાની તક શોધી લીધી હતી. હવે આ સહાય મામલે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 30 અરજદારોએ નકલી સર્ટિફિકેટ રજૂ કરી કોરોના સહાય મેળવી હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોતાના સગા મૃત્યુ પામ્યા છે કોરોનામાં એ પ્રકારના ખોટા સર્ટિફિકેટના આધારે સમગ્ર કૌભાંડ આચારવામાં આવ્યું છે. કૌભાંડમાં સામેલ 30 અરજદારો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ તપાસમાં પોલીસે 13 વ્યક્તિઓની ધરપકડ કરી. છ મહિના પહેલા સાબરકાંઠાના તલોદમાં પણ આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું. સાબરકાંઠાના તલોદના કૌભાંડ અને દહેગામના કૌભાંડના તાર જોડાયેલા હોવાની ચર્ચા છે. આ સરકારી સહાય મેળવવા માટે અગાઉ પણ જે લોકોના કોરોનામાં મૃત્યુ નહતા થયા તેવા લોકોના નામ સામે આવ્યા હતા અને વિવાદ થયો હતો. જે તે સમયે રાજ્ય સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા.
દહેગામ તાલુકામાં ખોટી રીતે સહાય લીધી હોવાના મામલા સામે આવ્યા આવ્યા હતા. જેમાં અલગ અલગ ગામના 30 જેટલા લોકોએ નકલી ઓફિસરના સહી સિક્કા કરાવીને કામ પાર પડાવ્યું હોવાની વાત સામે આવી છે. તપાસમાં ભાંડો ફૂટી જતા 30 અરજદારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી હાલ સાંપડી રહી છે.