બરાબંકીમાં ત્રણ માળનું મકાન થયું ધરાશાયી, 2 લોકોનું મોત, 10થી વધુ ઘાયલ
ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો મુજબ બારાબંકીમાં સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયુ છે, જેનાં કારણે કાટમાળમાં દબાવાથી 2ના મોત નિપજ્યા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.
જેમાંથી 10 ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. SP એસપી દિનેશ સિંહે જણાવ્યું કે, 3 વાગ્યે માહિતી મળી હતી કે હાશિમ નામના વ્યક્તિનું ઘર ધરાશાયી થયું છે જેમાં 16 લોકો દટાયા છે 12ને બચાવી લેવામાં આવ્યા છે, 4 લોકો હજુ પણ ફસાયેલા છે SDRF પહોંચી ગયું છે. NDRF પણ થોડા સમયમાં પહોંચી જશે, પ્રયાસો ચાલુ છે.
દરેકને બચાવી લેવામાં આવશે. બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 3 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. લોકોએ જણાવ્યું કે તેઓ જોરદાર અવાજ અને ધ્રુજારીના કારણે જાગી ગયા હતા. તેમણે જોયું તો બાજુમાંનું આખું ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હાલ બચાવ કાર્ય જોરોશોરોથી ચાલુ છે.