ગાંધીનગરગુજરાત

શિક્ષક માટેની અભિરુચિ કસોટી (TAT-HS) મેઈન્સ 17મીને રવિવારે યોજાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ.11 અને 12ના શિક્ષક માટેની અભિરુચિ કસોટી (TAT-HS) મેઈન્સ આગામી 17મી સપ્ટમ્બરને રવિવારના રોજ યોજાવાની છે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારોની હોલ ટિકિટ બોર્ડ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરાઈ છે. પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 43913 ઉમેદવારો ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવાઈ છે અને મંગળવારથી લઈને પરીક્ષાના દિવસ સુધી ઉમેદવારો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકેે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે સવારના 10-30 વાગ્યે પેપર-1 અને બપોરના 3 વાગ્યે પેપર-2ની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. TAT-HSની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની મુખ્ય પરીક્ષા માટેની હોલ ટિકિટ 12 સપ્ટેમ્બર, મંગળવારના રોજ બપોરના 12થી 17 સપ્ટેમ્બર સવારના 9 વાગ્યા સુધી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ.11 અને 12ના શિક્ષક માટેની અભિરૂચી કસોટી (TAT-HS) ગત 6 ઓગસ્ટના રોજ રાજ્યનાં 452 સેન્ટરમાં ગુજરાતી માધ્યમની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં નોંધાયેલા કુલ 1,14,870 ઉમેદવારો પૈકી 1,01,667 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. પ્રિલિમ્સનું પરિણામ ગત 21મી જૂનના રોજ જાહેર થયું હતુ જેમાં 200 ગુણના પેપરમાંથી 42,825 ઉમેદવારોએ 70થી વધુ ગુણ પ્રાપ્ત કર્યાં હતા. અંગ્રેજી અને હિન્દી માધ્યમની પરીક્ષા 13મી જૂનના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં નોંધાયેલા કુલ 2,968 ઉમેદવાર પૈકી 2200 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x