ગાંધીનગરગુજરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પેપરલેસ વિધાનસભાનો કરાવ્યો પ્રારંભ

આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો. ત્યારબાદ ગૃહમાં હાજર ધારાસભ્યોને રાષ્ટ્રપતિ મૂર્મુએ સંબોધિત કર્યા.. બાદમાં વિધાનસભાની ચાર દિવસીય કામગીરીનો પ્રારંભ થયો. ચાર દિવસીય સત્રમાં સરકાર 9 બિલ લાવશે. સત્રમાં બીલોની સંખ્યા વધતા આ વખતે ત્રણ દિવસનું ચોમાસુ સત્ર 1 દિવસ વધુ લંબાવવામાં આવ્યું છે અને 4 દિવસ કરવામાં આવ્યું છે. તો દરરોજ 1 કલાકની પ્રશ્નોત્તરી રહેશે. 

સરકાર ગૃહમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના ગૃહમાં સંબોધન દરમિયાન ધારાસભ્યો ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો ગૃહમાં ઉપસ્થિત રહ્યા. જેમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો, રાજ્યના ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો, રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજનો દિવસ આપણા બધા માટે ખાસ છે. ગુજરાત વિધાનસભા હવે સંપૂર્ણપણે પેપર લેસ છે. રાષ્ટ્રપતિ આપણી વચ્ચે હાજર તે આપણા માટે ગર્વની વાત છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વ ગુરૂ તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજથી ઈ-નેવાનો પ્રારંભ થયો છે. 9 હજારથી વધુ ગ્રામ પંચાયતમાં ઓબ્ટિક ફાયબર નેટવર્ક છે. પીએમની પ્રેરણાથી સરકાર પર જનતાનો વિશ્વાસ વધ્યો છે. ભારતે G-20 સંમેલનનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x