પીએમ મોદીનો જન્મ દિવસ 15 દિવસ સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે
ભારતના વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી એ રીતે કરવા માંગતા જેનાથી પ્રજા ઉપયોગી કાર્યો થાય અને જન હિત સધાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી આ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલય આયુષ્યમાન ભવ કાર્યક્રમની ભેટ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરાવશે.હવે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ પીએમ મોદીના જન્મ દિવસને જનહિતના કાર્યો કરીને ઉજવે છે. આગામી તા. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે કાર્યકર્તાઓ દ્વારા આ જન્મદિવસને ‘સેવા પખવાડીયા’ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. અંગદાન માટે ખાસ જાગૃતિ -અભિયાન ચલાવવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ સાંસદ, ધારાસભ્ય તથા ક્લેક્ટર જિલ્લા સ્તરે કાર્યક્રમ કરાવશે. આયુષ્માન મેળો જે તે હેલ્થ સેન્ટર પર આયોજિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે, આ દિવસે વિશ્વકર્મા જયંતિ પણ છે. પીએમ મોદી એ જ દિવસે મેગા વિશ્વકર્મા યોજના પણ લાગુ કરશે. જેનો લાભ દેશના દરેક વ્યક્તિને મળે એ પ્રકારે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.ભાજપ પક્ષ વડાપ્રધાન મોદીના જન્મદિવસને 15 દિવસ સુધી ઉજવશે. જેમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓને ગણાવવામાં આવશે.સેવા પખવાડામાં તમામ મોરચાના કાર્યકરો અને અધિકારીઓ પોતપોતાના ક્ષેત્રમાં સેવા કાર્યની સાથે મોદી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. અને આમ 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી વડાપ્રધાન મોદીના જન્મ દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે.