આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં જાણો કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા?
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિ સહાય પર ચર્ચા કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં વરસાદ નથી થયો, ત્યાં સિંચાઈ માટે પાણી અને પાકની વાવણી સ્થિતિ પર ચર્ચા કરવામમાં આવશે. આ સાથે આવનારા સમયમાં જે સુવિધાઓ કરવાની છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
પાટનગર ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે.આજની બેઠકમાં PM મોદીના જન્મદિવસને લઈને યોજાનારા કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે. ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે જેને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે જે અંગે ચર્ચા કરવામાં આવશે. નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરાશે.