અમેરિકામાં ભારતીય દીકરીને ટક્કર મારી મોત નીપજાવનાર પોલીસ કર્મી સામે તપાસના આદેશ
અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરીમાં એક ભારતીય યુવતીનું પોલીસની ગાડી સાથે ટક્કર થવાથી મોત થયું હતું. હવે આ મામલાને લગતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિગતે વાત કરીએ તો, અમેરિકામાં 23 વર્ષીય વિદ્યાર્થિનીને સ્પીડમાં જઈ રહેલી પોલીસની કારે ટક્કર મારી હતી. આ પછી બોડીકેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસકર્મી મોત પર હસતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો સામે આવતો લોકોનો ગુસ્સો સામે આવી રહ્યો છે. જ્હાન્વી કંડુલા આંધ્ર પ્રદેશના કુર્નૂલની રહેવાસી હતી. જ્હાન્વી સિએટલની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં એમએસસી કરવા માટે અમેરિકા ગઈ હતી અને ડિસેમ્બરમાં તેનો કોર્સ પૂરો થવાનો હતો.
સિએટલ પોલીસે આ કેસમાં આરોપી અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગળ ઓર્ડરરે દીકરી વિશે કહ્યું, ‘ના, તે એક સામાન્ય માણસ છે’. વીડિયોના અંતમાં પણ જોરથી હાસ્યનો અવાજ આવે છે. અગાઉ ઓર્ડરરે કહ્યું હતું કે, હા, ફક્ત એક ચેક લખો $11,000. આમ પણ તે તે 23 વર્ષની હતી. તેના જીવનની કિંમત મર્યાદિત છે.જ્હાન્વી કંડુલા આંધ્ર પ્રદેશના કુર્નૂલની રહેવાસી હતી. જ્હાન્વી સિએટલની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં એમએસસી કરવા માટે અમેરિકા ગઈ હતી અને ડિસેમ્બરમાં તેનો કોર્સ પૂરો થવાનો હતો.