ગાંધીનગરગુજરાત

સરકારી યોજનાઓની માહિતી સરળ રીતે લોકો સુધી પહોંચાડવા સરકારે શરૂ કરી વોટ્સએપ ચેનલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ ગુજરાતમાં સફળતા પૂર્વક બે વર્ષ પુરા થયા છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે વિકાસકામોની વિગતો અને સરકારની યોજનાઓની માહિતી લોકોને સરળતાથી મળે રહે તે માટે એક નવી વ્યવસ્થા ઉભી કરી છે. જેના માટે હવે ગુજરાત સરકારના તમામ વિકાસ કામોની માહિતી મળશે તમારા મોબાઈલમાં, CMO દ્વારા વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે.

તે માટે લિંક પર ક્લિક કરીને જોઈન થઈ શકાશે. હાલ આ અવેલેબલ નથી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. લોકોને માહિતી પહોચાડવા અને લોકો સાથે સંપર્ક સાધવા મુખ્યમંત્રી કાર્યાલયનો નવતર પ્રયોગ છે. 2 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ શરૂ કરી છે. સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે તે માટેનો CMOનો પ્રયાસ છે. છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની પહેલ છે. મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરી છે. ચેનલ દ્વારા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x