ગુજરાત

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જન્માષ્ટમીની સાંજથી ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ હતી, જોકે હવે વરસાદે હાથતાળી આપતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે, જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય ભાગોમાં મોટાભાગે વાતાવરણ સૂકુ રહેશે. હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x