રાષ્ટ્રીય

મુઝફ્ફરપુરમાં 30 બાળકોને શાળાએ લઈ જતી બોટ પલટી, 10થી વધુ લાપતા

બિહારના મુઝફ્ફરપુરમાં ગુરુવારે સવારે એક મોટી બોટ દુર્ઘટના ઘટી છે. બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી 20 જેટલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાકે સ્વિમિંગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. 10 જેટલા ગુમ છે. સ્થાનિક લોકોમાં આ અકસ્માતને લઈને ખુબ ગુસ્સો છે. એવું કહેવાય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગ્યો.

આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે ડીએમને તેની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઘટનાથી જે પણ પરિવાર પ્રભાવિત થશે તેમને મદદ કરવામાં આવશે.

સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર બોટમાં લગભગ 30 બાળકો સવાર હતા. જો કે, સ્પષ્ટ આંકડાઓ હજી સામે આવ્યો નથી. અહી સૂત્રોએ આપેલી માહિતી અનુસાર રજૂ કરવામાં આવેલ છે. હાલ એનડીઆરએફની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એવું કહેવાય છે કે બોટમાં કેટલીક મહિલાઓ પણ સવાર હતી. બાળકોએ શાળાએ જવા માટે મજબૂરીમાં બોટનો સહારો લેવો પડે છે. જ્યારે લાંબા સમયથી અહીં પુલ બનાવવાની માંગણી થઈ રહી છે. આ ઉપરાંત ગ્રામીણોનો એવો પણ આરોપ છે કે ઘટનાની જાણકારી મળ્યા બાદ પણ

એક કલાકથી વધુ સમય સુધી એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી નહીં. રેસ્ક્યૂ કરવામાં પણ બેદરકારી વર્તવામાં આવી છે. આ ઘટના અંગે ડીએસપી પૂર્વ સહિયાર અખ્તરે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે બોટમાં લગભગ 25 થી 30 લોકો સવાર હતા. દરેકના પરિવારના સભ્યો આવ્યા બાદ જ બોટમાં કેટલા લોકો હતા તે જાણી શકાશે. લગભગ 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x