સરસ્વતિ પ્રાથમિક શાળાના આચાર્યાશ્રી આશાબેન દેસાઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
ગાંધીનગરના સેકટર – ૬ માં આવેલ સરસ્વતિ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી શ્રી આશાબેન દેસાઈ શાળામાંથી બીજી સરકારી શાળામાં ટ્રાન્સફર થતા સરસ્વતિ શાળા માંથી વિદાય લીધી તે અનુસંધાને તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના આચાર્યશ્રી ગોપાલસિંહ સોલંકી તથા સંસ્થાના પ્રમુખશ્રી પ્રદિપસિંહ બિહોલા ઉપસ્થિત રહી શિક્ષિકાબેન શ્રી આશાબેન ને ભવિષ્યમાં ઉજવળ કારકીર્દી માટે અભિવાદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના સર્વે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સૌ કોઈએ આશાબેન ને કઠણ હૈયે વિદાય આપી હતી. તેમજ ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીકા કરુણાબેન દ્વારા કરવામાં આવ્યું હતું તથા ચૌધરી દિશાબેન ના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિદાય ગીત રજૂ કર્યું હતું. સમગ્ર શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનો ફાળો આપ્યો હતો.