ગાંધીનગરગુજરાત

રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયુષ્માન ભવ અભિયાન હેઠળ આયુષ્માન કાર્ડ સહિત કાર્યક્રમ યોજાશે

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારની આરોગ્યની વિવિધ યોજનાઓના લાભો સમગ્ર દેશવાસીઓને મળી રહે તે માટે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આયુષ્માન ભવઃ અભિયાન  અને આયુષ્માન ભવઃ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.  આગામી ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મ દિવસથી ૨જી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી વહીવટી તંત્ર દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્ય યોજનાથી અવગત કરવા તેમજ યોજનાઓનો ૧૦૦%  લાભ પહોંચાડવા માટે આયુષ્માન ભવઃ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તા.૧૭/૦૯/ર૦ર૩ થી તા.૦ર/૧૦/ર૦ર૩ સુધી સેવા પખવાડિયા દરમ્યાન આયુષ્માન ભવ અભિયાન,સ્વચ્છતા અભિયાન,રકતદાન કેમ્પ અને અંગદાન માટે પ્રતિજ્ઞા સંદર્ભેની કામગીરી પણ કરવામાં આવશે. આ અવસરે ગાંધીનગર ખાતે ની તમામ સરકારી હોસ્પિટલ ખાતે પણ ડોકટરો, નર્સીગ સ્ટાફ, તેમજ જન આરોગ્ય સમિતિ ના સભ્યો તેમજ ગ્રામજનો જોડાઈને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
અત્રે નોધનીય છે કે  “આયુષ્માન ભવ” અભિયાનના કાર્યક્રમમાં તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થનારા આયુષ્માન ભવ અભિયાનમાં જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાપ્તાહિક આયુષ્માન મેળા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, આંખ અને મનોરોગ સહિતના નિષ્ણાત તબીબો થકી કેમ્પ કરવામાં આવશે. જ્યારે ૨જી ઓક્ટોબરના રોજ ગામડાઓમાં આરોગ્યની સાર સંભાળ વિશે જાગૃતિ વધારવા ગ્રામસભાઓ યોજાશે. તમામ કાર્યક્રમોનું અમલીકરણ કરી ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડનું વિતરણ અને આભા આઈડીનું નિર્માણ તેમજ હાઈપરટેન્શન, ડાયાબિટીસ માટે તપાસ અને ટીબીના દર્દીઓની ઓળખ કરનાર ગામ અને શહેરી વોર્ડને આયુષ્માન ગ્રામ પંચાયત અથવા આયુષ્યમાન અર્બન વોર્ડનો દરજ્જો અપાશે. ૧૫ દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં સ્વચ્છતા અભિયાન, અંગદાન લોકજાગૃતિ ઝુંબેશ અને રક્તદાન શિબિર સહિતનાં કાર્યક્રમો યોજાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x