અનંતનાગમાં સર્ચ ઓપરેશનનો પેરા કમાન્ડોએ ચાર્જ સંભાળ્યો, વધુ એક જવાન શહીદ
અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડુલ જંગલોમાં સતત ત્રીજા દિવસે આતંકવાદીઓને મારવાનું ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં ઘાયલ અન્ય એક જવાન શહીદ થયો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અનંતનાગમાં લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો છે. આ સૂત્રધારે આતંકીઓને આર્મી અને પોલીસના આવવાની સૂચના આપી હતી. સેના અને આર્મીની ટીમ કેટલી સંખ્યામાં અને કેવી રીતે આવી રહી છે, તે તમામ બાબતોની જાણકારી આતંકવાદીઓને આપી હતી. અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. લશ્કરના બે આતંકવાદીઓ ઘેરાયેલા છે. ક્વોડકોપ્ટર અને ડ્રોન વડે આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઓપરેશનમાં પેરા કમાન્ડોએ પણ ચાર્જ સંભાળ્યો છે.