રાષ્ટ્રીય

સંસદનું વિશેષ સત્ર: દેશનું નામ ભારત સહિત પ્રસ્તાવો લઈને આવી શકે છે સરકાર

સંસદનું વિશેષ સત્ર આજથી પ્રારંભ થઇ રહ્યું છે. જેમાં ઘણા બીલો રજુ કરવામાં આવશે એવી શક્યતાઓ છે આ અંગે કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી. આજથી શરૂ થતા સત્રમાં સત્ર દરમિયાન ચંદ્ર પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ, G20 સમિટની સફળતા, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. સૌથી વધુ અટકળો એ છે કે ‘વન નેશન વન ઇલેક્શન’ અને દેશનું નામ ‘ઇન્ડિયા’થી બદલીને ‘ભારત’ કરવાનો પ્રસ્તાવ પણ સરકાર આ સત્રમાં લાવી શકે છે. લોકસભા માટે સૂચિબદ્ધ અન્ય કાર્યોમાં એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023, પ્રેસ એન્ડ જર્નલ્સ રજીસ્ટ્રેશન બિલ 2023નો સમાવેશ થાય છે, જે 3 ઓગસ્ટ, 2023ના રોજ રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ સિવાય પોસ્ટ ઓફિસ બિલ 2023ને પણ લોકસભાની કાર્યવાહીમાં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ બિલ 10 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યની યાદી કામચલાઉ છે અને તેમાં વધુ વિષયો ઉમેરી શકાય છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ જેવી ચૂંટાયેલી વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત સુનિશ્ચિત કરવા માટેના બિલ અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x