સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ચોથો કાયરોપ્રેકટીક કેમ્પ સંપન્ન
ગાંધીનગર :
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ગાંધીનગર સેક્ટર ૧૨ સિવિલ કેમ્પસમાં આવેલી સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશન તથા અમેરિકાના વેસ્ટ સાન ફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ.ના સંયુક્ત ઉપક્રમે ચોથા કાયરોપ્રેકટીક સારવાર કેમ્પનું આયોજન તારીખ .25 થી 27 સપ્ટેમ્બર 2023 સુધી કરવામાં આવ્યું હતું.
આ સારવાર કેમ્પનું ઉદ્ ઘાટન કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલ સર તથા લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટના પ્રતિનિધિ ડો.કૃતિ વોરા, સંસ્થાના મંત્રીશ્રીઓ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષીના હસ્તે તા.25 સપ્ટેમ્બર 2023 ના રોજ સવારે 8:15 કલાકે કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે યુ.એસ.એ.થી પધારેલા તમામ નિષ્ણાત ડોકટરશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. ચેરમેનશ્રી વલ્લભભાઇ પટેલ સર દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. આ તમામ ડોકટરશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું.
આયોજિત આ ત્રિ-દિવસીય સારવાર કેમ્પમાં ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો, કમરનો દુખાવો, હાથ કે પગમાં ઝણઝણાટી આવવી, નસ દબાતી હોય વગેરે જેવી તકલીફ ધરાવતા ૧૫૦૦ થી વધુ નાગરિકોઓએ આ નવીનત્તમ સારવાર પદ્ધતિનો લાભ લીધો હતો. આ સારવારનો લાભ લેનાર દર્દીઓને રાહત લાગતા સંસ્થાને આવા આગામી સારવાર કેમ્પનું આયોજન કરવા માટે પણ ભલામણ કરવામાં આવી હતી. અમેરિકાથી LCCW કાયરોપ્રેકટીક કોલેજના 8 નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
ચોથા કેમ્પના છેલ્લા દિવસે સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટના પ્રતિનિધિ ડો.કૃતિ વોરા, સહિત વિલીયમ, ડૉન, પૌલ, માર્લી, કેવીન, વેસ્ટીન,પાફાવી, વગેરે ડોક્ટર્સને સંસ્થા તરફથી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભાર પ્રગટ કર્યો હતો.