ખેલમહાકુંભ ૨.૦-૨૦૨૩માં ભાગ લેવા માટે ઈચ્છતા ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
ગાંધીનગર :
ખેલમહાકુંભ ૨.૦-૨૦૨૩માં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી પ્રથમ શાળા/ગ્રામ્ય/તાલુકા/જિલ્લા અને રાજ્યકક્ષા સુધી વિવિધ કુલઃ-૨૯ રમતોનો અલગ- અલગ ૦૪ (ચાર) વયજુથમાં સમાવેશ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૨૩-૦૯-૨૦૨૩થી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ ઉપર તથા મોબાઇલ એપ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નં ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર (સવાર ના ૧૦:૩૦ થી સાંજ ના ૬:૧૦) સુધી સંપર્ક કરી શકાશે.
ખેલમહાકુંભ ૨.૦-૨૦૨૩-૨૪માં અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ અને ઓપન એજ ગૃપ (૧૭ થી ૪૫ વર્ષ)ના વય જૂથનાં ખેલાડીઓએ (ખેલમહાકુંભની એથ્લેટીક્સ રમતમાં) પોતાની શાળામાંથી ફરજીયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શાળા/કોલેજો/યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળા/કોલેજ/યુનિવર્સીટીમાંથી રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે, તેવું ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારીશ્રીએ જણાવ્યું છે.