હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે, આગાહી મુજબ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઇ શકે છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળેલી જાણકારી અનુસાર રવિવારે ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ હતી. આગાહી મુજબ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઇ શકે છે. 17 ઓક્ટોબર સુધી અલગ રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે. IMDએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ થવાનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ થવાનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. તામિલનાડુ, પોંડુચેરી અને કેરળમાં 17 ઓક્ટોબર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.