વડાપ્રધાન મોદી આવશે ગુજરાત
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આવી રહી છે. મળી રહેલી જાણકારી અનુસાર વડાપ્રધાન મોદી ફરી એક વાર ગૃહરાજ્ય ગુજરાતમાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે કાર્યક્રમમાં હાજર રહેવા વડાપ્રધાન ગુજરાતમાં આવનાર છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ જેને રાષ્ટ્રીય એકતા દિવસ પણ કહેવામાં આવે છે તે દિવસે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 184 ફુટ ઊંચી પ્રતિમા પાસે એકતા પરેડ યોજવામાં આવશે. આ એકતા પરેડ દરમિયાન વડપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે અને લોકોને સંબોધન પણ કરશે. 2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.