નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધી સામે EDની મોટી કાર્યવાહી
EDએ AJLની કરોડોની સંપત્તિને અસ્થાયી રીતે ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલામાં ED દ્વારા કરાઈ છે. જે અંતર્ગત 751.9 કરોડની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. આ કેસ અંતર્ગત પહેલા પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી છે. મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ સાથે જાેડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલ ગાંધીની ૭૬% ભાગીદારી છે. આ કેસમાં ઈડ્ઢએ ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી.
ગયા વર્ષે ૨ અને ૩ ઓગસ્ટના રોજ ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડના ૧૬ સ્થળોએ સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી અને તેમના નિવેદનો નોંધ્યા. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડ્ઢએ વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે,
યંગ ઈન્ડિયા પાસે દિલ્હી, મુંબઈ અને લખનૌમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ ની માલિકીની રૂ. ૬૬૧.૬૯ કરોડની ગેરકાયદેસર મિલકતો છે. આ સિવાય તેમાં ૯૦.૨૧ કરોડ રૂપિયાની ગેરકાયદેસર આવકનું રોકાણ કર્યું છે. આ મિલકત એટેચ કરવામાં આવી છે.