ગુજરાત હાઇકોર્ટે અનાથ સગીરાના ગર્ભને ગર્ભપાત કરાવવા આપી મંજૂરી
ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અનાથ સગીરાના 28 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપી છે. અમદાવાદના અનાથ આશ્રમમાં પીડિતા 2015 થી 2022 સુધી રહી હતી. આ 7 વર્ષ દરમિયાન પીડિતાએ અહીં જ ધોરણ 3 થી 8 સુધીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ વધુ અભ્યાસ માટે તેને ભાવનગર મોકલવામાં આવી હતી. જ્યાં કોઈ સ્થાનિક સાથે તેનો શારીરિક સબંધ બંધાતા તે ગર્ભવતી થઈ ગઈ હતી.