કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું હિરાસર એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાલ ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ કાર્યક્રમો માટે આવ્યા છે. આ અંતર્ગત રાજકોટ ખાતેના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગૃહમંત્રી શહે ટૂંકું રોકાણ કર્યું હતું. અહીં તેમનું રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ,મહેન્દ્રભાઈ પાડલીયા, અને દુર્લભભાઈ દેથરીયા, સાંસદ રામભાઈ મોકરીયા,
અગ્રણી મુકેશભાઈ દોશી, અલ્પેશભાઈ ઢોલરીયા, ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, પ્રાંત અધિકારી સંદિપ વર્મા, ડી.સી.પી. સુધીર દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી સહિતના મહાનુભાવોએ ઉત્સાહસભર સ્વાગત કરી આવકાર્યા હતા.