ગુજરાત

સોમનાથમાં સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર્સ ઓફ ઈન્ડીયાનો સેમીનાર યોજાયો

ગીર સોમનાથમાં ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સભ્યોનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નેશનલ પ્રેસિડન્ટ કે.ડી.ચંડોલા, સ્ટેટ પ્રેસિડન્ટ મયુર બોરિચા, નેશનલ જનરલ સેક્રેટરી શંકર કતિરા સહિત મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનના એસોસિએશનના પ્રમુખ અને સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે. જેમાં મુદ્રણ માધ્યમ તરીકે વર્તમાનપત્રો, મેગેઝિન, શ્રાવ્ય માધ્યમ તરીકે રેડિયો અને દ્રશ્ય માધ્યમ તરીકે ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે.

ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે યોજાયેલા સેમિનારમાં નેશનલ પ્રેસિડન્ટ શ્રી કે.ડી.ચંડોલાએ પત્રકારત્વ અને સમાજમાં પત્રકારોની જવાબદારીપૂર્વકની ભૂમિકા બાબતે જાણકારી આપી સંગઠનનું મહત્વ અને પત્રકારત્વના નૈતિક મૂલ્યો વિશે માહિતગાર કર્યા હતાં. જ્યારે નેશનલ જનરલ સેક્રેટરી શ્રી શંકર કતિરાએ પત્રકારત્વને સમાજનો અરિસો ગણાવી અને સરકારી યોજનાઓની ઉત્તમ માહિતી લોકો સુધી પહોંચાડવાનું આદર્શ માધ્યમ ગણાવ્યું હતું અને પત્રકારિતામાં આવતા પડકારો તેમજ ડિજિટલ માધ્યમ સામે વર્તમાનપત્રોના ફેલાવાના પડકાર વિશે પણ વિસ્તૃત રીતે સમજ આપી હતી તેમજ નાના ન્યુઝપેપરો ને પુરાતો ન્યાય મળે તે માટે રજુઆતો કરાશે.

ગીર સોમનાથ મીડીયા સેન્ટર તેમજ ન્યુઝ પેપરર્સ ઓફ ઈન્ડીયા ના કન્વીર દીપક કકકડે આજના હરીફાઈ ના યુગ માં પ્રિન્ટ મીડીયા સૌથી મોટુ માધ્યમ છે લોકશાહી માટે સૌથી વધારે મજબુત પ્રિન્ટ મીડીયા હોવું જોઈએ તેનો મોટો ફેલાવો થાય તે માટે ગ્રાહકો સાથે સંપર્કમાં રહી પ્રિન્ટ મીડીયા સૌથી અસર કારક છે તેની માહીતી આપવી જોઈએ યુવા વર્ગ માં સૌથી વધારે ફેલાવો થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતના આંગણે પધારેલા પત્રકારત્વ જગતના લોકોએ સોમનાથ મંદિર ઉપરાંત ગીતામંદિર, રામમંદિર તેમજ ત્રિવેણી ઘાટ સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ગુજરાતના આ મહત્વપૂર્ણ સ્થળ વિશેની જાણકારી મેળવી હતી અને ભગવાન સોમનાથના દર્શન કરીને તેમણે ધન્યતાની અનુભૂતિ કરી હતી.

આ તકે તમામ સભ્યોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ ના ઈન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે એ દશભર માંથી આવેલા પત્રકારોનું સોમનાથ ટ્રસ્ટ વતી સન્માન કરેલ હતું સૌને આવકારેલ હતા તેમજ ગીતા મંદિરે કૃષ્ણ ભગવાન નીજ ધામ પધારેલ છે તેની ચરણ પાદુકા નું પુજન રામ મંદિરે રામનામી ન મંત્ર લેખન તેમજ સોમનાથ મહાદેવ ને શોશ નમાવી પત્રકારોએ ધન્યતા અનુભવેલ હતી તેમજ ભાલકા મંદિર,ત્રીવણી ધાટ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ તેની જાણકારી મેળવેલ હતી આ કાર્યક્રમ વેરાવળ સોમનાથ વિસ્તારના સ્થાનીક પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x