વાઈબ્રન્ટ સમિટમાં પાટનગરને રોશનીથી શણગારવા બિલ્ડરોને જવાબદારી સોંપાઈ
વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના રસ્તા અને ઘણી ઈમારતોને રોશનીથી શણગારાશે. સરગાસણ સર્કલથી રિલાયન્સ સર્કલ, કોબાથી ચ-૦ સર્કલ, વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર કોર્પોરેશનની પાંચ કિ.મી.ની હદ સુધી લાઈટિંગ કરાશે. ઈન્દિરાબ્રિજથી ભાટ સર્કલને પણ ઝળાહળા કરાશે. ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવા માટે ગાંધીનગર કોર્પોરેશન તત્પર બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા પણ કેપિટલ સિટી ગાંધીનગરનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. જે માટે આજરોજ મ્યુનિ કમિશનર જે.એન.
વાઘેલાની અધ્યક્ષતામાં બિલ્ડરો સાથે મિટિંગ યોજાઈ હતી. શહેરના વિવિધ માર્ગો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.